Lotus


કદી પ્યાસ લઇને તરી તો જુઓ
કમળની અદાલત ભરી તો જુઓ
- મિલિન્દ ગઢવી

Shadows


સૂર્યના ઊઘડ્યા કમાડો દોસ્તો
લ્યો હવે છાંયો ઉપાડો દોસ્તો
- મિલિન્દ ગઢવી

( 'ગાંધીનગર સમાચાર' ; તા. ૨૭-૬-૨૦૦૮ )

Love


સૌપ્રથમ મારું હ્રદય તારું થયું
એ પછી જે કંઇ થયું, સારું થયું.
- મિલિન્દ ગઢવી

The Window


कौन जाने के उस दरीचे में
रातभर क्यूं कीचूड सी रहती है?
- मिलिन्द गढवी

( 'ગાંધીનગર સમાચાર' ; તા. ૨૭-૬-૨૦૦૮ )

Broken Face


ચહેરા ઉપર ચહેરા ઉપર ચહેરા છે
તડ દઇને તૂટી જાવાનું જોખમ છે.
- મિલિન્દ ગઢવી

Take Care Of Your Foot


મુલાયમ પગ હવેથી ચપ્પલોની ટેવ પણ રાખે
વગર વાંકે બિચારા કંકરોને ગાળ ભાંડે છે!
- મિલિન્દ ગઢવી

Tired


ચાલવાનો અર્થ હું ભૂલ્યો નથી પણ
જિંદગી થાકી અને બેસી પડી છે!
- મિલિન્દ ગઢવી