Windmill


હવાની હામી ભરવામાં ઘણી તકલીફ પ્હોંચી છે
પવનચક્કીને ફરવામાં ઘણી તકલીફ પ્હોંચી છે
- મિલિન્દ ગઢવી

Bell tower


આપણો સમય
ચૂપકીદીથી ન ચાલ્યો જાય
એટલે જ કદાચ આ
ટન્…ટન્…ટન્…
- મિલિન્દ ગઢવી

Why Me?


બહેરાશના ગણતંત્રમાં પડઘાઉ છું હજી
કૈં કેટલા આરોપસર ચીંધાઉ છું હજી
- મિલિન્દ ગઢવી

Looking For Lights


ક્યાંથી જન્મ્યો છે આવો ખંત મને? 
કોઇ ભીતર મળે જ્વલંત મને!

- મિલિન્દ ગઢવી

A Face In The Crowd


એક પથ્થર છું હું પ્રતીક્ષાનો
સ્પર્શ ઢોળી કરો જીવંત મને!
- મિલિન્દ ગઢવી

Timeless Like A Rock


એટલે થઇ જવાયું બેપરવા
ફર્ક પાડે ક્યાં આદિ-અંત મને?
- મિલિન્દ ગઢવી

A Spider On Its Web


હું ય જાળું કરોળિયાનું છું
રોજ રાખે છે તંતોતંત મને!
- મિલિન્દ ગઢવી