Sea Glee


હું
અને તું
બેસીશું કોઇ દિવસ
મૌન-શાંત આકાશ નીચે
ઘૂઘવતા દરિયાની ઊછળતી લહેરોની સાક્ષીએ;
હથેળીમાં ટેરવાથી કંડારશું હૈયામાં ધબકતી વાતને
ને પછી સ્પર્શમાં લખીને પાંખ જેવો શબ્દ
ઊડી જઇશું ક્યારેક પેલા પંખીઓની જેમજ મુક્ત હવામાં!!!
- મિલિન્દ ગઢવી

6 comments:

Divyraj Gadhavi said...

સૌપ્રથમ તો આ નવા યુગમાં કવિતાઓ ને આ રીતે ગ્લોબલ બનાવા બદલ અમ્ જેવા કવિતા રસિકો તરફથી ખૂબ-ખૂબ ધન્યવાદ...
અને આવો વિચાર તો આપ જેવા ડાયનેમિક કવિને જ આવે,ડાયનેમિક જ ને! જુવો ને આ શબ્દ પિરામિડ જ લ્યો ને... કેટલો નવતર પ્રયોગ! અને માત્ર પ્રયોગ જ નહિં, જો પ્રયોગ ખાતર જ કવિતા લખાય તો એમાં પ્રાણ ના હોય. અને આ શબ્દ પિરમિડ જોયા બાદ કહિ શકાય કે જો આ પ્રયોગ છે તો એમાં પ્રાણ પુરવાનુંય જટિલ કામ આપે બખુબી કર્યુ છે.
આ શબ્દ પિરમિડ ખરા અર્થમાં કોઇ પણ રીતે ગિજેહ ના પિરમિડથી ઉતરતો નથી. વાંચતી વેળા એના દરેક શબ્દ જે તમે પ્રયોજિત કર્યા છે, એનો વજન કદાચ પેલા ઇજિપ્ત ના હજારો માણસોએ થૈ ઉપાડેલ પથ્થરો કરતાયે વધુ અનુભવી શકાય છે! એતો પેલા હજરો માણસો ના નિઃસાસાથી તરબતર મહેનત સામે તમારી છંદ પ્રયોગની જહેમતની તુલાવિધી જેવું છે.
બીજું તો શું પણ અમ્ જેવો અદનો મણસ આપને એક વસ્તુ તો જરુર કહિ શકે.. વાહ ગ.મિ. વાહ!

- આપના શબ્દે શબ્દ નો ચાહક,
દિવ્યરાજ ગઢવી જૂનાગઢ થી.

Anonymous said...

સુંદર વેબ-સાઈટ...


અભિનંદન...

Anonymous said...

સુંદર બ્લોગ...


અભિનંદન...

Krishna The Universal Truth.. said...

hmm khub saras che apni rachna.....

Anonymous said...

કચકડૅ મઢેલી લાગણીની આનાથી સારી કાવ્યાત્મક રજુઆત ન હોઇ શકે.અદભૂત્

sneha-akshitarak said...

વાહ વાહ...મુક્ત પંખી વિશાળ ગગન તમારી રાહ જોઈ રહ્યું છે.