Visit me..!


મંદિરના ગુંબજમાં કોતર્યો મુજને
જોવાલાયક સ્થળ છું, જોઇ લો મુજને
- મિલિન્દ ગઢવી

Where is 'that' page?


શ્રેષ્ઠ પ્રકરણ વારતાનું કોણ જાણે ક્યાં ગયું?
ડાયરીનું એક પાનું કોણ જાણે ક્યાં ગયું?
- મિલિન્દ ગઢવી

Dream


એક સપનાને ફરી વાવી તમે
રાતને સાચે જ અજમાવી તમે
- મિલિન્દ ગઢવી

( 'શહીદે-ગઝલ' ; જૂન-૨૦૦૮ )

Night Walk


કઇ ઉદાસીનું પગેરું શોધવા?
રાતને બેફામ ખોદાવી તમે!
- મિલિન્દ ગઢવી

( 'શહીદે-ગઝલ' ; જૂન-૨૦૦૮ )

Zebra Crossing


રસ્તા ઉપર કાળી-ધોળી ભાત, લોકો ચાલે છે
ઝીબ્રા-ક્રોસીંગ જેવી થઇ ગઇ જાત, લોકો ચાલે છે
- મિલિન્દ ગઢવી

Upside Down


પૃથ્વીને બે હાથે ઊંચકી વાદળ પર ઊભવાનું
ઊલ્ટી દુનિયા જોવા માટે ઊલ્ટું થઇ જાવાનું
- મિલિન્દ ગઢવી

My Poems Are Her Smiles...


આ બધી ગઝલો તને અર્પણ સનમ
તું હસે છે એટલે સર્જાય છે!
- મિલિન્દ ગઢવી

Thank You!


ફૂલનું હોવું તો બ્હાનું-માત્ર છે
હાથમાં આભાર લઇ ઊભા છીએ!
- મિલિન્દ ગઢવી

Rosy


એક તારા નામનું સપનું હજી
આંખના તખ્તા ઉપર ભજવાય છે!
- મિલિન્દ ગઢવી

Back In Times...


નિહાળીને બાળકનો ગંભીર ચહેરો
વયોવૃદ્ધ આંખો અમસ્તી હસી ગઇ
- મિલિન્દ ગઢવી

Years with loneliness


પીળા ફિક્કાં શ્વાસો વચ્ચે
ટૂંકો ટચરક ખાલીપો છે
- મિલિન્દ ગઢવી

( 'શહીદે-ગઝલ' ; જૂન-૨૦૦૮ )

Pyramid


ઉદાસી સમયની 'મમી'માં ઢળી ગઇ
પ્રતીક્ષા અમારી પિરામીડ બની ગઇ
- મિલિન્દ ગઢવી

The Moon


અફસોસ ઉદાસ આંખને ટાઢક વળી નહીં
બળતો રહ્યો છે ચાંદ અમારો સહર સુધી!
- મિલિન્દ ગઢવી