Why Me?


બહેરાશના ગણતંત્રમાં પડઘાઉ છું હજી
કૈં કેટલા આરોપસર ચીંધાઉ છું હજી
- મિલિન્દ ગઢવી

Looking For Lights


ક્યાંથી જન્મ્યો છે આવો ખંત મને? 
કોઇ ભીતર મળે જ્વલંત મને!

- મિલિન્દ ગઢવી

A Face In The Crowd


એક પથ્થર છું હું પ્રતીક્ષાનો
સ્પર્શ ઢોળી કરો જીવંત મને!
- મિલિન્દ ગઢવી

Timeless Like A Rock


એટલે થઇ જવાયું બેપરવા
ફર્ક પાડે ક્યાં આદિ-અંત મને?
- મિલિન્દ ગઢવી

A Spider On Its Web


હું ય જાળું કરોળિયાનું છું
રોજ રાખે છે તંતોતંત મને!
- મિલિન્દ ગઢવી

Fragrance


નામ મારું 'સુગંધ' પાડીને
કોણ કરતું ગયું અનંત મને?
- મિલિન્દ ગઢવી

My Words have Become Orange


રંગ ભગવો ખર્યો ગઝલમાંથી
લોક સમજે ન ક્યાંક સંત મને!
- મિલિન્દ ગઢવી

Sad Since Then...


यूं मैं खुद से खफा नहीं होता
काश तुजसे जुदा नहीं होता
- मिलिन्द गढवी

Welcoming Rivers


મત્તા ખુદની વધારીને હવે દરિયો બની જાશું
નદીને આવકારીને હવે દરિયો બની જાશું
- મિલિન્દ ગઢવી

Reflectiong my mood


અહીં રાત માગ્યે મળે છે જ ક્યાં?
હયાતીનો સૂરજ ઢળે છે જ ક્યાં?
- મિલિન્દ ગઢવી

Orange Mood


ठोकरें रहनुमां न हो पाईं
रास्तों से गीला न हो पाया
- मिलिन्द गढवी

( 'શહીદે-ગઝલ' ; સપ્ટેમ્બર-૨૦૦૮ )

Amongst Flowers


બેસું છું જઇ સભામાં ભ્રમરોની સાથે સાંજે
ફૂલોને છેડવાના નુસ્ખા નવા કહું છું
- મિલિન્દ ગઢવી

('શબ્દસૃષ્ટિ' ; ઓગસ્ટ-૨૦૦૮)

In the midst of the Mahabharata


કૃષ્ણ સમયને બાંધી શક્યા
કારણ કે
તેમણે ઘડિયાળ ન્હોતી બાંધી!
- મિલિન્દ ગઢવી

( 'મોનો-ઇમેજ' ; સપ્ટેમ્બર-૨૦૦૮ )

I am tired of this clock


ઘડિયાળનું ટીક-ટીક
monotonous લાગવા માંડે
ત્યારે સમજવું
કે
તમારી પાસે
સમય જ સમય છે!!
- મિલિન્દ ગઢવી

( 'ગાંધીનગર સમાચાર' ; તા. ૧૬-૫-૨૦૦૮ )

Talking to the desert


સહરાને, ઝાંઝવાને જૂની કથા કહું છું
સ્પર્શ્યો'તો વાદળોને એ વારતા કહું છું
- મિલિન્દ ગઢવી

('શબ્દસૃષ્ટિ' ; ઓગસ્ટ-૨૦૦૮)

Visit me..!


મંદિરના ગુંબજમાં કોતર્યો મુજને
જોવાલાયક સ્થળ છું, જોઇ લો મુજને
- મિલિન્દ ગઢવી

Where is 'that' page?


શ્રેષ્ઠ પ્રકરણ વારતાનું કોણ જાણે ક્યાં ગયું?
ડાયરીનું એક પાનું કોણ જાણે ક્યાં ગયું?
- મિલિન્દ ગઢવી

Dream


એક સપનાને ફરી વાવી તમે
રાતને સાચે જ અજમાવી તમે
- મિલિન્દ ગઢવી

( 'શહીદે-ગઝલ' ; જૂન-૨૦૦૮ )

Night Walk


કઇ ઉદાસીનું પગેરું શોધવા?
રાતને બેફામ ખોદાવી તમે!
- મિલિન્દ ગઢવી

( 'શહીદે-ગઝલ' ; જૂન-૨૦૦૮ )

Zebra Crossing


રસ્તા ઉપર કાળી-ધોળી ભાત, લોકો ચાલે છે
ઝીબ્રા-ક્રોસીંગ જેવી થઇ ગઇ જાત, લોકો ચાલે છે
- મિલિન્દ ગઢવી

Upside Down


પૃથ્વીને બે હાથે ઊંચકી વાદળ પર ઊભવાનું
ઊલ્ટી દુનિયા જોવા માટે ઊલ્ટું થઇ જાવાનું
- મિલિન્દ ગઢવી

My Poems Are Her Smiles...


આ બધી ગઝલો તને અર્પણ સનમ
તું હસે છે એટલે સર્જાય છે!
- મિલિન્દ ગઢવી

Thank You!


ફૂલનું હોવું તો બ્હાનું-માત્ર છે
હાથમાં આભાર લઇ ઊભા છીએ!
- મિલિન્દ ગઢવી

Rosy


એક તારા નામનું સપનું હજી
આંખના તખ્તા ઉપર ભજવાય છે!
- મિલિન્દ ગઢવી

Back In Times...


નિહાળીને બાળકનો ગંભીર ચહેરો
વયોવૃદ્ધ આંખો અમસ્તી હસી ગઇ
- મિલિન્દ ગઢવી

Years with loneliness


પીળા ફિક્કાં શ્વાસો વચ્ચે
ટૂંકો ટચરક ખાલીપો છે
- મિલિન્દ ગઢવી

( 'શહીદે-ગઝલ' ; જૂન-૨૦૦૮ )

Pyramid


ઉદાસી સમયની 'મમી'માં ઢળી ગઇ
પ્રતીક્ષા અમારી પિરામીડ બની ગઇ
- મિલિન્દ ગઢવી

The Moon


અફસોસ ઉદાસ આંખને ટાઢક વળી નહીં
બળતો રહ્યો છે ચાંદ અમારો સહર સુધી!
- મિલિન્દ ગઢવી

Her Greatest Loss


એક આખો દિ' ગળી જાશે અને...
સાંજ હમણાં ઓગળી જાશે અને...
- મિલિન્દ ગઢવી

Dark Dress


અંજળનું ચોમાસુ આવ્યું
વાદળ થોડાં ડાર્ક કરી દે!
- મિલિન્દ ગઢવી

Splash


શબ્દો ઉડશે છાંટા જેવા
પાણીમાં છપ્પાક કરી દે!
- મિલિન્દ ગઢવી

Park it!


સૌની જેમ 'ગ.મિ.'ની ગાડી
મક્તામાં જઇ પાર્ક કરી દે!
- મિલિન્દ ગઢવી

Loneliness is her absence


અહીંયાથી એ ચાલી ગઇ છે
અહીંયા બેશક ખાલીપો છે
- મિલિન્દ ગઢવી

( 'શહીદે-ગઝલ' ; જૂન-૨૦૦૮ )

My dreams have matured


સપનાઓ આજકાલ આંખોને ઝઘડે ને કહે છે કે લીલીછમ ઇચ્છાઓ વાઢ
સપનાને ફૂટી છે ડહાપણની દાઢ
- મિલિન્દ ગઢવી

The Sea


દોસ્ત તારી યાદનો દરિયો હજી
ઘૂઘવે છે રણ સમી છાતી મહીં.
- મિલિન્દ ગઢવી

Evening at my farm


આથમતી સંધ્યાએ ક્યાં સુધી સાંભળીશ મારી એકલતાનો ઢોલ
અલ્યા ખેતર! તું ય કંઇક બોલ
- મિલિન્દ ગઢવી

Paper flower


મ્હેક કરી છે ગુલ, લખીને
કાગળનું એક ફૂલ લખીને
- મિલિન્દ ગઢવી

Junagadh - as it looks from Girnar


એ સાચું તકલીફો સાથે જૂનાગઢમાં જીવ્યો છું
એ પણ સાચું ગીતો સાથે જૂનાગઢમાં જીવ્યો છું
- મિલિન્દ ગઢવી

My Loneliness


એમ લૂંટાવું છું બે હાથે
જાણે મબલખ ખાલીપો છે!
- મિલિન્દ ગઢવી

( 'શહીદે-ગઝલ' ; જૂન-૨૦૦૮ )

Lonely


फर्श चूपचाप तक रहा है वो
जिंदगी से बहोत खफा है वो
- मिलिन्द गढवी

Don't look like that!


ભીંજવી દેશે તને, જોયા ન કર
બેધડક વરસાદને જોયા ન કર
- મિલિન્દ ગઢવી

A good rain


एक छ्त्री की मूंदी आंखों से
आज बारीशने भीगना सीखा
- मिलिन्द गढवी

The rain is outside


બારીની જેમ બંધ છું, જડબેસલાક છું
પલળી રહેલા ગામમાં કોરોકટાક છું
- મિલિન્દ ગઢવી

It rained before years...!!


આજ વર્ષો બાદ મળવાનું થશે;
આજ પાછું ઝાંપટા જેવું હશે?
- મિલિન્દ ગઢવી

Street Survivors


ये नहीं कि कमी खली ही नहीं
अपनी घर से कभी बनी ही नहीं
- मिलिन्द गढवी

At Peace With God


मुजसे कुछ भी बुरा न हो पाया
इसलिए मैं खुदा न हो पाया
- मिलिन्द गढवी

( 'ગાંધીનગર સમાચાર' ; તા. ૨૭-૬-૨૦૦૮ )

Where is the color of my faith?


સંજોગ સામે
boxing-ringમાં
પરાસ્ત થયેલો માણસ
સાંજે
painting-exhibitionમાં
શોધ્યા કરે છે
શ્રધ્ધાનો રંગ!
- મિલિન્દ ગઢવી

Its rainin again...


ठीक वैसे जैसे ख्वाहीश होती है
सबकी अपनी अपनी बारीश होती है
- मिलिन्द गढवी

It rains


હશે વાતાવરણ સાથે તમારે ગાઢ સંબંધો
કરું છું યાદ તમને તો અહીં વરસાદ વરસે છે.
- મિલિન્દ ગઢવી

Silence


તરજુમો કર મૌનના ભણકારનો
શબ્દ તો ઉડી ગયો છે ક્યારનો
- મિલિન્દ ગઢવી