Her Greatest Loss


એક આખો દિ' ગળી જાશે અને...
સાંજ હમણાં ઓગળી જાશે અને...
- મિલિન્દ ગઢવી

Dark Dress


અંજળનું ચોમાસુ આવ્યું
વાદળ થોડાં ડાર્ક કરી દે!
- મિલિન્દ ગઢવી

Splash


શબ્દો ઉડશે છાંટા જેવા
પાણીમાં છપ્પાક કરી દે!
- મિલિન્દ ગઢવી

Park it!


સૌની જેમ 'ગ.મિ.'ની ગાડી
મક્તામાં જઇ પાર્ક કરી દે!
- મિલિન્દ ગઢવી

Loneliness is her absence


અહીંયાથી એ ચાલી ગઇ છે
અહીંયા બેશક ખાલીપો છે
- મિલિન્દ ગઢવી

( 'શહીદે-ગઝલ' ; જૂન-૨૦૦૮ )

My dreams have matured


સપનાઓ આજકાલ આંખોને ઝઘડે ને કહે છે કે લીલીછમ ઇચ્છાઓ વાઢ
સપનાને ફૂટી છે ડહાપણની દાઢ
- મિલિન્દ ગઢવી

The Sea


દોસ્ત તારી યાદનો દરિયો હજી
ઘૂઘવે છે રણ સમી છાતી મહીં.
- મિલિન્દ ગઢવી

Evening at my farm


આથમતી સંધ્યાએ ક્યાં સુધી સાંભળીશ મારી એકલતાનો ઢોલ
અલ્યા ખેતર! તું ય કંઇક બોલ
- મિલિન્દ ગઢવી

Paper flower


મ્હેક કરી છે ગુલ, લખીને
કાગળનું એક ફૂલ લખીને
- મિલિન્દ ગઢવી

Junagadh - as it looks from Girnar


એ સાચું તકલીફો સાથે જૂનાગઢમાં જીવ્યો છું
એ પણ સાચું ગીતો સાથે જૂનાગઢમાં જીવ્યો છું
- મિલિન્દ ગઢવી

My Loneliness


એમ લૂંટાવું છું બે હાથે
જાણે મબલખ ખાલીપો છે!
- મિલિન્દ ગઢવી

( 'શહીદે-ગઝલ' ; જૂન-૨૦૦૮ )

Lonely


फर्श चूपचाप तक रहा है वो
जिंदगी से बहोत खफा है वो
- मिलिन्द गढवी

Don't look like that!


ભીંજવી દેશે તને, જોયા ન કર
બેધડક વરસાદને જોયા ન કર
- મિલિન્દ ગઢવી

A good rain


एक छ्त्री की मूंदी आंखों से
आज बारीशने भीगना सीखा
- मिलिन्द गढवी

The rain is outside


બારીની જેમ બંધ છું, જડબેસલાક છું
પલળી રહેલા ગામમાં કોરોકટાક છું
- મિલિન્દ ગઢવી

It rained before years...!!


આજ વર્ષો બાદ મળવાનું થશે;
આજ પાછું ઝાંપટા જેવું હશે?
- મિલિન્દ ગઢવી

Street Survivors


ये नहीं कि कमी खली ही नहीं
अपनी घर से कभी बनी ही नहीं
- मिलिन्द गढवी

At Peace With God


मुजसे कुछ भी बुरा न हो पाया
इसलिए मैं खुदा न हो पाया
- मिलिन्द गढवी

( 'ગાંધીનગર સમાચાર' ; તા. ૨૭-૬-૨૦૦૮ )

Where is the color of my faith?


સંજોગ સામે
boxing-ringમાં
પરાસ્ત થયેલો માણસ
સાંજે
painting-exhibitionમાં
શોધ્યા કરે છે
શ્રધ્ધાનો રંગ!
- મિલિન્દ ગઢવી

Its rainin again...


ठीक वैसे जैसे ख्वाहीश होती है
सबकी अपनी अपनी बारीश होती है
- मिलिन्द गढवी

It rains


હશે વાતાવરણ સાથે તમારે ગાઢ સંબંધો
કરું છું યાદ તમને તો અહીં વરસાદ વરસે છે.
- મિલિન્દ ગઢવી

Silence


તરજુમો કર મૌનના ભણકારનો
શબ્દ તો ઉડી ગયો છે ક્યારનો
- મિલિન્દ ગઢવી

She has sent clouds


મોકલી વળતી ટપાલે વાદળી
એમણે ઉત્તર ધર્યો, લે! પ્યારનો
- મિલિન્દ ગઢવી

The Past Rains


આ અનુભવ છે કૈંક મોસમનો
રોજ તારો અભાવ વરસ્યો છે!
- મિલિન્દ ગઢવી

( 'ગાંધીનગર સમાચાર' ; તા. ૨૭-૬-૨૦૦૮ )

Crossed


શ્વાસને ક્રોસે જડી દો, એવું કરો!
લાશ પોતાને કહી દો, એવું કરો!
- મિલિન્દ ગઢવી

Bye


'આવજો' સૌને કહી ચાલ્યો ગયો
સાચમાં મોં ફેરવી ચાલ્યો ગયો
- મિલિન્દ ગઢવી

Deserts Beneath Eyes


આંખ અંદર ક્યાંક રણ રહેલું છે
એમ કહેવું એ જરાક વ્હેલું છે
- મિલિન્દ ગઢવી

( 'ગાંધીનગર સમાચાર' ; તા. ૨૭-૬-૨૦૦૮ )

People


लोग भी लाजवाब लगते हैं
चलते-फिरते हिसाब लगते हैं
- मिलिन्द गढवी

The Traveller


सफर में हर इक मोड पैगाम होगा
नये रास्तों पे नया नाम होगा
- मिलिन्द गढवी

The Clock Shows Time.... (not really)


'ઘડિયાળ સમય દેખાડે છે.'
આ વાક્ય પછી ખરાંનું નિશાન મૂકશો
કે ખોટાનું?
- મિલિન્દ ગઢવી

( 'ગાંધીનગર સમાચાર' ; તા. ૧૬-૫-૨૦૦૮ )

The City Of Curfew


ક્યાં કદી ચકલું ય ફરક્યું? રાખી દો ને
આ નગરનું નામ 'કર્ફ્યુ' રાખી દો ને
- મિલિન્દ ગઢવી

Yet again


આજ પણ પ્લેટફોર્મ સમજીને મને
ટ્રેન ચાલી ગઇ મને લીધા વગર!
- મિલિન્દ ગઢવી

( 'ગાંધીનગર સમાચાર' ; તા. ૨૭-૬-૨૦૦૮ )

Something thats past...


ખોટ થઇ સાલું નહીં તો શું કરું?
યાદ પણ આવું નહીં તો શું કરું?
- મિલિન્દ ગઢવી

Rainbow near the house


એમના ઘરની સાવ બાજુમાં
મેઘધનુષે પડાવ નાખ્યો છે
- મિલિન્દ ગઢવી

At your feet


तेरे चरणो को पाना है
फूलों जैसा बन जाना है
- मिलिन्द गढवी

Where Is My Spring?


સાંભળ્યું છે કે વસંત આવી ગઇ
પાંદડું તો એક પણ ડાળે નથી!
- મિલિન્દ ગઢવી

Tears


'સ્મિત મારું કોઇ ચોરી જાય નહિ' -
આંસુઓએ રાતભર ચોકી કરી.
- મિલિન્દ ગઢવી

Bird In Rains


આ રોજ કોઇ મેઘ જેવું ગાય છે ને તમે જોયા કરો છો
આ પંખીઓ અહીં ખુલ્લા ડિલે ન્હાય છે ને તમે જોયા કરો છો
- મિલિન્દ ગઢવી

Swing


હીંચકાનો ખયાલ આવ્યો ને
આજ ઝૂલી ગયા ખયાલો પર!
- મિલિન્દ ગઢવી

Alone in the crowd


અંતર નામક ખાલીપો છે
મારી ઓળખ ખાલીપો છે
- મિલિન્દ ગઢવી

( 'શહીદે-ગઝલ' ; જૂન-૨૦૦૮ )

Unhappy


જાતથી નારાજ કેવા થઇ ગયા
સૌને રાજી રાખવાની જીદમાં!
- મિલિન્દ ગઢવી

( 'ગાંધીનગર સમાચાર' ; તા. ૨૭-૬-૨૦૦૮ )

In the rains


મને ખુદને જ મળવાનું હજી પણ થાય છે ક્યારેક
ને વરસાદે પલળવાનું હજી પણ થાય છે ક્યારેક
- મિલિન્દ ગઢવી

Burning


જિંદગી છે નામ-બળવાનું બીજું;
સૂર્ય ઠરશે, દીવડાં સળગી જશે!
- મિલિન્દ ગઢવી

( 'ગાંધીનગર સમાચાર' ; તા. ૨૭-૬-૨૦૦૮ )

Broken Glass


રોજ ચહેરાઓ તૂટે છે અહીં હવે
તું કહે છે દર્પણોની ભાળ લઉં!
- મિલિન્દ ગઢવી

Dusty Evening


પગલાંઓ દૂર-દૂર લગ જોવા નહીં મળે
કાચી સડકની ધૂળ છે, બીજું કશું નથી.
- મિલિન્દ ગઢવી

Lotus


કદી પ્યાસ લઇને તરી તો જુઓ
કમળની અદાલત ભરી તો જુઓ
- મિલિન્દ ગઢવી

Shadows


સૂર્યના ઊઘડ્યા કમાડો દોસ્તો
લ્યો હવે છાંયો ઉપાડો દોસ્તો
- મિલિન્દ ગઢવી

( 'ગાંધીનગર સમાચાર' ; તા. ૨૭-૬-૨૦૦૮ )

Love


સૌપ્રથમ મારું હ્રદય તારું થયું
એ પછી જે કંઇ થયું, સારું થયું.
- મિલિન્દ ગઢવી

The Window


कौन जाने के उस दरीचे में
रातभर क्यूं कीचूड सी रहती है?
- मिलिन्द गढवी

( 'ગાંધીનગર સમાચાર' ; તા. ૨૭-૬-૨૦૦૮ )

Broken Face


ચહેરા ઉપર ચહેરા ઉપર ચહેરા છે
તડ દઇને તૂટી જાવાનું જોખમ છે.
- મિલિન્દ ગઢવી