Wedding


જુદા શબ્દો-સ્વભાવો લઇ,
જુદા વર્તન-વિચારો લઇ;
તમે ને હું મળી લખશું
પ્રથમ પંક્તિ જીવન-ગીતની.
- મિલિન્દ ગઢવી

Waiting at the door


હજુ લગ સુકાયા નથી દ્વારે તોરણ
પ્રતીક્ષાએ લીલી નજર સાચવી છે
- મિલિન્દ ગઢવી

Ruins of home


જે નથી બિસ્માર ને જર્જર નથી
એ ગમે તે હોય મારું ઘર નથી.
- મિલિન્દ ગઢવી