Sea Glee


હું
અને તું
બેસીશું કોઇ દિવસ
મૌન-શાંત આકાશ નીચે
ઘૂઘવતા દરિયાની ઊછળતી લહેરોની સાક્ષીએ;
હથેળીમાં ટેરવાથી કંડારશું હૈયામાં ધબકતી વાતને
ને પછી સ્પર્શમાં લખીને પાંખ જેવો શબ્દ
ઊડી જઇશું ક્યારેક પેલા પંખીઓની જેમજ મુક્ત હવામાં!!!
- મિલિન્દ ગઢવી

Expressions


उनके चहरे की कुछ अदायें हैं
जिनसे मौसम के नाम आये हैं
- मिलिन्द गढवी

Bride


જરાક નૈન ઉઠાવે તો કોઇ વાત બને
નજર નજરથી મિલાવે તો કોઇ વાત બને
- મિલિન્દ ગઢવી

She Inspires Poets


પ્રેરણા નામ છે એ છોરીનું
શેર એના ઉપર લખી તો જો!
- મિલિન્દ ગઢવી

The Drop


રોજ આંસુથી ગાલ ધોવાનું;
આંખનું કામ માત્ર રોવાનું?
- મિલિન્દ ગઢવી

( 'ગાંધીનગર સમાચાર' ; તા. ૨૭-૬-૨૦૦૮ )

Cry


देख मासूम निगाहे-तर में
आज भी ज्ञार-ज्ञार चीखें हैं!
- मिलिन्द गढवी

Sad Child


લાગણીનું રમકડું તૂટ્યું કે???
કેમ બાળક રિસાઇ બેઠું છે?
- મિલિન્દ ગઢવી

Adam & Eve


પ્રેમમાં જે હોય છે અધીરાઇ
છેક આદમ-ઈવના વખતથી છે!
- મિલિન્દ ગઢવી

Regret


જોઇએ છે એટલો ભૂતકાળ પણ નથી
ને સમયને આપવા કોઇ ગાળ પણ નથી!
- મિલિન્દ ગઢવી

( 'ગાંધીનગર સમાચાર' ; તા. ૨૭-૬-૨૦૦૮ )

With Her Time Just Runs


કાચબાની જેમ ચાલતી
આપણી ઘડિયાળ
તેની પાસે હોઇએ
ત્યારે અચાનક
સસલી બની જાય છે.
Einsteinએ સાચું જ કહ્યું છે:
'TIME IS RELATIVE'
- મિલિન્દ ગઢવી

( 'ગાંધીનગર સમાચાર' ; તા. ૧૬-૫-૨૦૦૮ )

Time Hammers


નક્કી જ સમય
ઘાવ કરતો હશે.
નહીંતર આપણે કેમ
ઘડિયાળને
પૂછ્યા કરીએ છીએ:
'કેટલા વાગ્યા?'
- મિલિન્દ ગઢવી

( 'ગાંધીનગર સમાચાર' ; તા. ૧૬-૫-૨૦૦૮ )

The Show Is Over


મંચનો પડદો પડ્યો, ચાલ્યા ગયા;
સીટનંબર થઇ ગયેલા માણસો!
- મિલિન્દ ગઢવી

Bent upon its stalk


હશે એ નમ્રતા? કે ભાર લજ્જાનો? કે બીજું કૈં?
જુકેલી ફૂલની ગરદન ઘણા પ્રશ્નો જગાવી ગઇ!
- મિલિન્દ ગઢવી

Lets Go Back


ક્યાં સુધી કરશો પ્રતીક્ષા યારની?
ટ્રેન તો ચાલી ગઇ છે ક્યારની.
- મિલિન્દ ગઢવી

Relations


ક્યાં-ક્યાં લાગ્યા કામ? લખી દે
સંબંધોના નામ લખી દે
- મિલિન્દ ગઢવી

Sad moments


જિંદગીના બધા જ રંગોને
કોઇ ચોરી ગયું ઉમંગોને
- મિલિન્દ ગઢવી

Dancing


રોજ એકાદ મુગ્ધ અવસરમાં
કોઇ નાચી ઊઠે છે આ ઘરમાં
- મિલિન્દ ગઢવી

A Walk In Pink


ફૂલો ઊગ્યા ફળિયે
પુરગુલાબી જાજમ તારા ચરણોના ચોઘડિયે
- મિલિન્દ ગઢવી

Beneath these eyes...


સ્વપ્નની સીમ લગ પગેરું છે;
આ નજર કંઇક જાણભેદુ છે!
- મિલિન્દ ગઢવી

My loving companion


પ્રેમ તો બસ થઇ જવાની વાત છે;
પ્રેમની કૈં વ્યાખ્યા હોતી હશે?
- મિલિન્દ ગઢવી

Colours around


તારી જ આંખ જોઇ શકી ના ઉજાસમાં
રંગો તો કેટલાય હતાં આસપાસમાં
- મિલિન્દ ગઢવી

Together


એક્કેય મુલાકાતની પળ છોડવી નથી
ખૂશ્બો ભરેલા હાથની પળ છોડવી નથી
- મિલિન્દ ગઢવી

Madhukar


પુષ્પ કેરી પ્રીતમાં કોને ખબર
હું ભ્રમરમાંથી બન્યો ક્યારે કવિ!
- મિલિન્દ ગઢવી

Mehdi


હતું હસ્તરેખામાં નથી નામ મળતું એ
બહુ થાક લાગ્યો છે મહેંદી મૂકાવીને
- મિલિન્દ ગઢવી

Naughty eyes


હોંઠો પર તાળા એ જ બધા
આંખોના ચાળા એ જ બધા
- મિલિન્દ ગઢવી

Welcome


છે આવકાર ગુલાબી ક્ષણોનો આંગણમાં
કહો કદમને પધારે ઉમંગભેર હવે!
- મિલિન્દ ગઢવી

Watching the evening


નિશબ્દ આંખનો સતત વિસ્તાર એ જ હું
તારા શહેરની સાંજનો સૂનકાર એ જ હું
- મિલિન્દ ગઢવી

A fairy from the flowers


રંગભીના પતંગિયા લઇને
ફૂલમાંથી કોઇ પરી આવી
- મિલિન્દ ગઢવી

The Locked Window


પ્રેમ બારામાં કશું ક્યાંથી લખું?
શબ્દની બારી ઉપર તાળા મળે.
- મિલિન્દ ગઢવી

She is sad again


માન તો તારી બધી સંવેદનાઓ હું જ છું
સ્પષ્ટતાપુર્વક કહું તો વેદનાઓ હું જ છું
- મિલિન્દ ગઢવી

Simplicity


આ સરળતા, સૌમ્યતા ને સાદગી
હું તને ચાહું નહીં તો શું કરું?
- મિલિન્દ ગઢવી

Is there a smile?


તું જ નક્કી કર સમયના હોંઠ પર
સ્મિત છે કે સ્મિતનો આભાસ છે?
- મિલિન્દ ગઢવી

The Wait


ન એના આગમનના છે કશા અણસાર, તો આજે
પ્રતીક્ષાનું બહાનું દઇ ક્યાં આંખોથી ઉદાસી ગઇ?
- મિલિન્દ ગઢવી

Prisoned


એક દરિયાનો ખાલીપો જાણે
બારીમાંથી જુએ છે વાદળને
- મિલિન્દ ગઢવી